Home> Gujarat
Advertisement
Prev
Next

નિખિલ સવાણીનો સળગતો આરોપ : મારા પર ચાકુ અને લાકડીથી હુમલો કરનાર ABVPના ગુંડાઓને પોલીસનો પુરો ટેકો

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની છે. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો છે 

નિખિલ સવાણીનો સળગતો આરોપ : મારા પર ચાકુ અને લાકડીથી હુમલો કરનાર ABVPના ગુંડાઓને પોલીસનો પુરો ટેકો

અમદાવાદ : દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની છે. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો છે અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ મામલામાં હાલમાં ABVP કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

fallbacks

આ ઘટનાની વિગતો જોઈએ તો ABVPનાં કાર્યકર્તાઓ CAAના સમર્થન માટે અને NSUIનાં કાર્યકર્તાઓ વિરુદ્ધમાં પ્રદર્શન કરવા માટે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ABVP કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં. અહીં બંન્ને વિદ્યાર્થી જૂથ વચ્ચે ઘર્ષણ અને મારામારી થઇ હતી અને હળવો પથ્થરમારો પણ થયો હતો. ABVPનાં કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે એનએસયુઆઈનાં કાર્યકર્તાઓ લાકડી, ચપ્પા અને અન્ય હથિયારો લઇને પ્રદર્શનમાં આવ્યાં હતાં અને પછી હુમલો કર્યો હતો. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે મારી લોહીલુહાણ કરવામાં આવ્યો છે. 

આ હુમલા પછી નિખિલ સવાણી આક્ષેપ કરતા કહ્યું કે, ABVPના કાર્યકરોએ દાદાગીરી કરી છે. તેમણે આરોપ મુકીને કહ્યું છે કે અમે શાંતિપ્રિય રીતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. અમારી પર ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ ગોહેલ અને હૃત્વિજ પટેલે અને તમામ લોકોએ મારા પર ચાકુ અને ડંડાથી હુમલો કર્યો હતો અને પોલીસ પણ તેમને ખુલ્લેઆમ ટેકો આપી રહી હતી. 

આ મામલે ABVP સાથે સંકળાયેલા નેતા હૃત્વિજ પટેલે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું છે કે ''ગુજરાતના યુવાનોમાં હિંસાને કોઈ સ્થાન ન હોઈ શકે. પોતાની વાત યોગ્ય પ્લેટફોર્મ પર ગાંધીજીના માર્ગે હોઈ શકે. આ કોઈ પ્રિપ્લાન્ડ એટેક નથી પણ કદાચ ઉત્સાહના અતિરેકમાં આ ઘર્ષણ થયું હોય. આ ઘટનામાં પોલીસ અને મીડિયાનું વલણ પ્રશંસનીય છે.

આ ઘટના ગણતરીની મિનિટો માટે બની હતી અને બહુ જવાબદારીપૂર્વક ટૂંક સમયમાં એના પર કાબૂ મેળવી લેવાયો છે. મને ગુજરાત સરકાર પર વિશ્વાસ છે કે બહુ જલ્દી યોગ્ય ગુનેગારોને ઝડપી લેવામાં આવશે. આ ખોટું થયું છે. આવી રીતે NSUIએ ABVPના કાર્યાલય પર આવવાની જરૂર નથી. ABVP કે NSUIએ પહેલાંથી પ્લાનિંગ નહોતું કર્યું અને NSUIના ઝંડાની લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો અને ઝંડા રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા હતા.'' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More